આચાર્ય
સત્યેન્દ્ર દાસે 32 વર્ષ સેવા કરી
અયોધ્યા,
તા.12 : રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવારની સવારે સાત વાગ્યે
80 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. ત્રીજી ફેબ્રુઆરીના બ્રેઈન હેમરેજ થતાં તેમને અયોધ્યાથી
લખનૌ ખસેડાયા હતા.
આચાર્યના
પાર્થિવ દેહને અયોધ્યા લાવી તેમના આશ્રમ સત્યધામ ગોપાલ મંદિરમાં અંતિમ દર્શનાર્થે રખાયો
હતો.
સત્યેન્દ્ર
દાસ 32 વર્ષથી રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા કરી રહ્યા હતા. છ ડિસેમ્બર,
1992ના બાબરી વિધ્વંશ વખતે તેઓ રામલલ્લાને ખોળામાં લઈને ભાગ્યા હતા.
અયોધ્યાથી
98 કિ.મી. દૂર સંત કબિર નગરમાં 20,મે 1945ના જન્મેલા સત્યેન્દ્ર બાળપણથી જ ભક્તિભાવમાં રહેતા. પિતા સાથે અવાર-નવાર અયોધ્યા
ફરવા આવતા.
રામજન્મભૂમિમાં
22 અને 23 ડિસેમ્બર, 1949માં, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજીની મૂર્તિઓ પ્રગટ
થવાનો દાવો કરનાર અભિરામ દાસજીની રામલલ્લા પ્રત્યેની સેવાથી સત્યેન્દ્ર પ્રભાવિત થયા
હતા.