• ગુરુવાર, 13 માર્ચ, 2025

યુદ્ધ વિરામ માટે જેલેન્સ્કી તૈયાર : હવે પુતિનને મનાવશે ટ્રમ્પ યુક્રેન સહમત થતાં ખુશ ટ્રમ્પનું ફરી તમામ મદદનું એલાન

વોશિંગ્ટન  તા.1ર : અમેરિકાના દબાણ બાદ યુક્રેન અંતે 30 દિવસના યુદ્ધ વિરામ માટે તૈયાર થયું છે. જેલેન્સ્કીએ પુતિન સાથે વાતચીતની પણ સહમતી દર્શાવી છે. યુક્રેનની શાંતિ માટે આવી પહેલનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વાગત કર્યુ છે અને આશા વ્યક્ત કરી કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સકારાત્મક વલણ દાખવશે. યુક્રેને અમેરિકાનું માન રાખતાં ટ્રમ્પ પિગળી ગયા છે અને યુક્રેનને બંધ કરેલી આર્થિક, ગુપ્તચર, સૈન્ય મદદ ફરી ચાલુ કરવા એલાન કર્યુ છે. યુક્રેન અને રશિયા બંને યુદ્ધ વિરામ માટે સહમત થશે તો મંત્રણા દ્વારા તેને 30 દિવસથી આગળ લંબાવી શકાશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહયું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં બંન્ને પક્ષે સૈનિકો અને નાગરિકોની ભારે ખુવારી થયાનું તેમને દુ:ખ છે અને હવે આ યુદ્ધ સમાપ્ત થવું જોઈએ, યુદ્ધ વિરામ ખુબ મહત્વનું છે. યુક્રેને યુદ્ધ વિરામ માટે સહમતિ આપી દીધી છે. હવે અમારે રશિયાનો સંપર્ક કરવાનો છે. આશા છે કે રાષ્ટ્રપતિ પુતિન પણ તે માટે સહમત થશે. શહેરોમાં ધમાકા થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીકે કે યુદ્ધ બંધ થાય. બંન્ને પક્ષે યુદ્ધ વિરામ માટે અમે પ્રયાસ કરતાં રહીશું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે પુતિનને યુદ્ધ વિરામ માટે સમજાવશે. જો કે પુતિનને  ટ્રમ્પ પર સંપૂર્ણ ભરોસો નથી જેનો સંકેત તેમણે એક દિવસ પહેલા જ આપ્યો અને કહયું કે ટ્રમ્પના નિર્ણયોથી હજુ એ આશા રાખવી અયોગ્ય છે કે રશિયા સફળતાની રાહ પર છે. પુતિનનો આ ડર સાચો ઠર્યો છે કારણ કે ટ્રમ્પે અચાનક પલટી મારતાં યુક્રેનને તમામ મદદ ફરી આપવાનું એલાન કર્યુ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ICC વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓ છવાયા કપ્તાન રોહિત ફાયદા સાથે ત્રીજા સ્થાને : ગિલ ટોચ પર યથાવત્ March 13, Thu, 2025

Crime

ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન કલાર્ક વિરુધ્ધ રૂ. 36.39 લાખની અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાયો March 13, Thu, 2025