મુનીરની સેનાને અફઘાનિસ્તાનની ખુલ્લી ચેતવણી
કાબુલ, તા.19 : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં
હવાઈ હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કરતાં તાલિબાને મુનીરની પાક.સેનાને કડક ચેતવણી આપી હતી. અફઘાન
ગૃહ મંત્રાલયના નાયબ પ્રધાન અને તાલિબાન નેતા મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ જણાવ્યું હતું
કે જો હવે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો પાકિસ્તાની સેનાને ભારતીય સરહદ તરફ
ધકેલી દેવામાં આવશે.
પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા
ઓમારીએ કહ્યું, જો અફઘાનિસ્તાન અને લોકો ધાર્મિક ક્રમમાં અમને આક્રમણકારી જાહેર કરે
છે તો હું શપથ લઉં છું કે તમને ભારતીય સરહદ પર પણ સુરક્ષા મળશે નહીં. તેમણે પાકિસ્તાની
સેના પ્રમુખ અસીમ મુનીર અને શાહબાઝ શરીફ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તાજેતરની
મુલાકાતની ટીકા કરી કહ્યું કે પાકિસ્તાની સેના બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે અને
બધાએ શાહબાઝ શરીફને તાજેતરમાં ટ્રમ્પની પ્રશંસા કરતા જોયા હશે.