દિવાળીના તહેવારોમાં સરેરાશ 125થી 150 જેટલા કોલ ફાયરના આવે : ફાયર વિભાગ સજ્જ
445
કર્મચારી બેસતા વર્ષની સવાર સુધી ખડેપગે
રાજકોટ,તા.19
: દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ
વિભાગ દ્વારા આગની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી
છે. જેમાં ભીડભાડવાળા વિસ્તારોમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. ધનતેરસથી
બેસતા વર્ષની સવાર સુધી 445 કર્મચારી 24 કલાક ખડેપગે ફરજ પર રહેશે. મનપાનાં ઇન્ચાર્જ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધવાથી
અને ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. આથી કોઈ અનિચ્છનીય
બનાવ બને તો તેને ઝડપથી કાબૂમાં લઈ શકાય તે માટે ફાયર વિભાગે પૂરતી વ્યવસ્થા કરી છે.
જેમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા છે, તેમજ 445 કર્મચારીઓનો કાફલો નવા વર્ષની સવાર
સુધી ખડેપગે રાખવામાં આવશે.
આગામી
ત્રણ દિવસ માટે ફાયર વિભાગના 445 કર્મચારી 24 કલાક માટે સેવા આપવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય
રીતે દિવાળીના તહેવારોમાં સરેરાશ 125થી 150 જેટલા કોલ ફાયરના આવતા હોય છે, જેમાં નાના-મોટા
તમામ બનાવનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સંપૂર્ણ
રીતે સજ્જ છે.