• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

કર્ણાટકમાં RSSના પથ સંચલનને પ્રશાસને ન આપી મંજૂરી

કર્ણાટક સરકારના નિર્ણય ઉપર હંગામો : શાંતિ ભંગ થવાની આશંકાએ આવેદન રદ કર્યું, સિદ્ધારમૈયાએ કહ્યું, સનાતની અને સંઘ પરિવારથી સાવધાન રહા

નવી દિલ્હી, તા. 19 : કર્ણાટકના ચિત્તપુરમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પથ સંચલન કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી. રાજ્ય સરકરના મંત્રી પ્રિયંક ખડગેનો મતવિસ્તાર ચિત્તપુર છે. જ્યાં અધિકારીઓએ શાંતિ અને કાયદો વ્યવસ્થા ભંગ થવાની આશંકાએ પથ સંચલનને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. નગર પાલિકા પરિષદે મુખ્ય સડક ઉપર આરએસએસ તરફથી લગાડવામાં આવેલા કટ આઉટ અને બેનર પોલીસ સુરક્ષા વચ્ચે હટાવી દીધા હતા અને કહ્યું હતું કે આ બેનરો પહેલા જ લગાડી દેવામાં આવ્યા હતા. બીજી તરફ સીએમ સિદ્ધારમૈયાએ એક વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે, સનાથીઓની સંગતીથી બચવામાં આવે અને સંઘ પરિવારથી લોકો સાવધાન રહે.

ચિત્તપુરના અધિકારીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, ચિત્તપુરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા ભંગ થવાથી રોકવા માટે અને કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે 19 ઓક્ટોબરના રોજ થનારા આરએસએસના પથ સંચલન કાર્યક્રમને અનુમતિ આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે આવેદન ફગાવવામાં આવે છે. કર્ણાટક સરકારે પણ આદેશ જારી કરીને ખાનગી સંગઠનો, સંઘ અથવા સમૂહ માટે કોઈપણ સરકારી સંપત્તિ કે પરિસરનો ઉપયોગ કાર્યક્રમો, આયોજનો અને જુલૂસ માટે કરતા પહેલા પૂર્વ અનુમતિ અનિવાર્ય કરી છે. રાજય મંત્રી મંડળ તરફથી લેવામાં આવેલા નિર્ણયના બે દિવસ બાદ આરએસએસની રેલી માટેની મંજૂરી રદ કરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક