• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

મોરબીમાં સાળાની માથાકૂટમાં સાથે ગયેલા બનેવીની છરી ઝીંકી હત્યા ઇજાગ્રસ્ત યુવાનની મોરબી પોલીસમાં ત્રણ શખસ સામે ફરિયાદ

મોરબી, તા.19:મોરબીના સિપાઈવાસમાં સાળાને માથાકૂટ ચાલતી હતી અને સાળો-બનેવી સિપાઈવાસમાં જતા ત્રણ ઇસમોએ છરીના ઘા ઝીકી બનેવીની હત્યા કરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે  તપાસ હાથ ધરી છે.

 મોરબીના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂકભાઈ કુરેશીએ આરોપીઓ ખાલીદ ફિરોઝભાઈ શમા, શકીલ ફિરોઝભાઈ શમા અને ફિરોઝ ઉસ્માન શમા (રહ.ઁ ત્રણેય સિપાઈવાસ મોરબી)  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 18 ના રોજ જમાદાર શેરીમાં કંદોઈની વાડીમાં મામા જાવીદભાઈની દીકરીની સગાઇના પ્રસંગ ગયા હતા જ્યાં જાણવા મળ્યું કે સંબંધી રણમલભાઈ હાજીભાઇ મિયાણાના દીકરા સમીરનું એકસીડન્ટ થયું છે જેથી શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ગયા હતા અને સમીરનું મોત થતા મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરિયાદી મોહસીન, મકબુલ કુરેશી અને મકબુલહુશેન રહીંમ સમા ત્રણેય સિવિલ હોસ્પિટલ હતા તા. 19 ના રાત્રે  ખાલીદ ફિરોજ સમાનો ફોન આવ્યો અને કામમાં હોવાથી ઉપાડયો નહિ થોડીવાર બાદ ફરી ફોન આવ્યો જેમાં ખાલીદે ફરિયાદીને કહ્યું તું મારી પુત્રવધુ સામે શું કામ કાતર મારે છે  ફરીયાદીએ કહ્યું કે  તારી પુત્રવધુ  સામે જોયું નથી કહેતા ઉશ્કેરાઈ ગયો અને તું ક્યાં છો કહેતા સિવિલ હોસ્પિટલ હોવાનું જણાવ્યું હતું. તું જ્યાં હોય અહી સિપાઈવાસ આવ કહેતા ફરિયાદી, તેના બનેવી મકબુલ મહમદ કુરેશી (ઉ.વ.22) સાથે  સિપાઈવાસ ગયા હતા જ્યાં આરોપી ખાલીદ સમા, તેનો ભાઈ સકીલ અને પિતા ફિરોજ બધાએ ફરિયાદીને તું મારી પુત્રવધુ સામે શું કામ કાતર મારે છે કહીને ફરિયાદી અને તેના બનેવી પર  છરી વડે જેમાં ફરિયાદીને હાથની આંગળીમાં અને બનેવી મકબુલ મહમદ કુરેશીને પડખામાં ઈજા પહોંચાડતા સારવારમાં મકબુલ કુરેશીનું મૃત્યુ  થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક