મહિલા વિશ્વ કપના કરો યા મરો સમાન મેચમાં હીથર નાઇટની સદીથી ઈંગ્લેન્ડના 8/288 : દીપ્તિ શર્માની 4 વિકેટ
ઇન્દોર
તા.19: મહિલા વિશ્વ કપના આજના ભારત માટેના કરો યા મરો સમાન મેચમાં ઇંગ્લેન્ડ ટીમે પ0
ઓવરમાં 8 વિકેટે 288 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય મહિલા ટીમની દીશાવિહીન
બોલિંગનો ફાયદો ઉઠાવીને ઇંગ્લેન્ડની અનુભવી બેટર હીથર નાઇટે કેરિયરની ત્રીજી સદી નોંધાવી
હતી. હીથર નાઇટ 91 દડાનો સામનો કરીને 1પ ચોક્કા અને 1 છક્કાથી 109 રને રનઆઉટ થઇ હતી.
ભારત તરફથી અનુભવી સ્પિનર દીપ્તિ શર્માએ પ1 રનમાં 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત દીપ્તિએ
વન ડે કેરિયરની 1પ0 વિકેટ પૂરી કરી હતી. સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા માટે ભારતીય
મહિલા ટીમે તેનો સૌથી મોટો 289 રનનો વિજય લક્ષ્યાંક સર કરવો પડશે. જવાબમાં ભારતીય મહિલા
ટીમના 21 ઓવરમાં 2 વિકેટે 109 રન થયા હતા.
ઇંગ્લેન્ડની
શરૂઆત સારી રહી હતી. ટેમી બોમાન્ટ અને એમી જોન્સ વચ્ચે પહેલી વિકેટમાં 97 દડામાં
73 રનની ભાગીદારી થઇ હતી. ટેમી 22 રને આઉટ થઇ હતી. જયારે એમી જોન્સે 68 દડામાં 8 ચોક્કાથી
પ6 રનની ઇનિંગ રમી હતી. તેના અને હીથર વચ્ચે ત્રીજી વિકેટમાં 106 દડામાં 113 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સીવર બ્રંટે 38 અને શાર્લેન ડીને 19 રનનું
યોગદાન આપ્યું હતું. ભારત તરફથી દીપ્તિની 4 ઉપરાંત શ્રી ચારણીને બે વિકેટ મળી હતી.