અમરેલી, તા.18: યુવા ઈન્સ્ટાગ્રામ અને ફ્રેન્ડ એપનો ઉપયોગ કરતા હોઈ અને જેમાં તેને એક મહિલાના આઈડી સાથે વાતચીત બાદ વ્હોટ્સએપ વીડીયો કોલ કરી અશ્લીલ વિડીયો બતાવી ક્રીન રેકોર્ડીંગ કરી બ્લેકમેઈલ કરનારા શખ્સને રાજુલા પોલીસે પકડી લીધો છે.
શહેરના યુવાનોને સોશિયલ મીડીયામાં
ઈન્સ્ટાગ્રામ અનફ્રેન્ડ એપમાં એક મહિલાના આઈડી સાથે વાતચીત બાદ તે યુવાનના વ્હોટ્સએપ
નંબરની આપ-લે કરી અને વ્હોટ્સએપ કોલ કરી મહિલાનો અશ્લીલ વીડીયો બતાવીને ક્રીન રેકોર્ડીંગ
કર્યા બાદ આરોપીએ આ વિડીયો યુવાનને બતાવી યુવાનને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ હતું
અને યુવાને કોલ કરી આરોપી પોતે પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી બોલુ છું અને તમારો વીડીયો
વાયરલ થયો છે. તમારા વિરૂદ્ધ ફરિયાદ થઈ છે તમે રૂ.10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરો નહીતર
કેસ થશે તેવી ધમકીઓ આપતા ર0 વર્ષીય યુવાને બદનામીના ડરથી આત્મહત્યા કરવાની કોશીષ કરી
હતી. બાદ યુવાને રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસની ટીમે ટેકનીકલ એનાલીસીસ
કરી હરીયાણાના નીમખેડા ગામના મહંમદ બીલાલ અબ્દુલગફાર ખાનને હરિયાણાથી ઝડપી લીધો હતો.