• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

ચીની વ્યાવસાયિકો માટે ભારતે વિઝા નિયમો હળવા કર્યા

ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને નુકસાનથી બહાર કાઢતી નવી તકનો દાવો

નવી દિલ્હી, તા.13 : ભારતે ચીની વ્યવસાયિકો-ટેકનિશિયનો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવી છે જેથી ઉદ્યોગને અબજો ડોલરનું નુકસાન ઘટાડવામાં મદદ મળી છે. આ પગલું ભારત-ચીન સંબંધોમાં સુધારો દર્શાવે છે અને ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે એક નવી તક પૂરી પાડતું હોવાનો દાવો કરાયો છે.

વિદેશી મીડિયાએ સરકારી અધિકારીઓને ટાંકી જણાવ્યું હતું કે ભારતે ચીની ટેકનિશિયનો અને વ્યાવસાયિકો માટે બિઝનેસ વિઝા આડે આવતાં અવરોધો મોટાભાગે દૂર કર્યા છે. ભારત-ચીન સંબંધોને પુન:સ્થાપિત કરવા તરફ આ એક મોટું પગલું માનવામાં આવે છે. 2020થી વિઝા વિલંબથી ભારતીય ઉદ્યોગને અબજો ડોલરનું નુકસાન થયું છે.  અધિકારીઓ અનુસાર વહીવટી ચકાસણીનો વધારાનો સ્તર દૂર કરવામાં આવ્યો છે અને ચાર અઠવાડિયાથી ઓછા સમયમાં બિઝનેસ વિઝા મંજૂર કરવામાં આવી રહ્યા છે. 2020માં લદ્દાખ સરહદ વિવાદ બાદ ભારતે લગભગ તમામ ચીની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સિવાયની એજન્સીઓને બિઝનેસ વિઝા ચકાસણીનો વિસ્તાર કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક