• બુધવાર, 11 માર્ચ, 2026

ઈરાનની ટ્રમ્પને ધમકી : સાવધાની નહીં વર્તે તો પોતે જ ખતમ થશે

નવીદિલ્હી,તા.10: ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધમાં મિસાઈલોની સાથે શાબ્દિક હુમલાઓ પણ વધુ તેજ બનતા જાય છે. વધતા તણાવ વચ્ચે ઈરાનના એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીએ કહ્યું કે ટ્રમ્પને સાવધાન રહેવું જોઈએ, નહિતર એવું પણ થઈ શકે છે કે તેઓ પોતે જ નાશ પામે.

ઉલ્લેખનીય છે કે આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના ઠેકાણાઓ પર હુમલા અને તહેરાનની જવાબી કાર્યવાહીથી વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

આજે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સામેનું યુદ્ધ ટૂંકસમયમાં પૂરું થઈ શકે છે. આ સાથે તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, ઈરાન ઓઈલનાં પુરવઠાને અવરોધશે તો ઘર્ષણ અને હુમલા વધુ તેજ બની શકે છે. ટ્રમ્પે મિયામી નજીક આવેલા પોતાના ગોલ્ફ ક્લબમાં રિપબ્લિકન સાંસદોને કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં અમુક દુષ્ટ શક્તિઓને ખતમ કરવા માટે અમે થોડા સમય માટે ત્યાં હતા અને આશા છે કે આ બધું જલ્દી સમાપ્ત થશે. આ નિવેદન પછી થોડા કલાકોમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, જો ઈરાન હોર્મુઝમાં ઓઈલનો પ્રવાહ રોકવા માટે કોઈપણ પગલું ભરશે તે અમેરિકા હવે વીસ ગણો વધુ શક્તિશાળી હુમલો કરશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026