• બુધવાર, 11 માર્ચ, 2026

ઇરાન મહિલા ફૂટબોલ ટીમની 5 ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં શરણ લીધું

મેલબોર્ન, તા.10: એશિયન કપની બહાર થયા પછી ઇરાન મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સરકારે માનવીય વિઝા આપીને તેમના દેશમાં રહેવાની મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાના હોમ અફેયર્સ મિનિસ્ટર ટોની બર્કે જણાવ્યું કે આ પાંચ ઇરાની મહિલા ખેલાડીને પોલીસે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ગત સપ્તાહે દ. કોરિયા વિરુદ્ધના મેચ અગાઉ ઇરાનની ફૂટબોલ ટીમે તેમનું રાષ્ટ્રગાન ગાયું ન હતું. જે પછી ઇરાનમાં કેટલાક લોકોએ ટીમની ઉગ્ર ટીકા કરી હતી અને સખત સજા કરવાની અપીલ કરી હતી. ઇરાનમાં ત્રી અત્યાચારના વિરોધમાં ફૂટબોલ ટીમે આ પગલું લીધું હતું.

ઇરાનની મહિલા ફૂટબોલ ટીમમાં કુલ 26 ખેલાડી અને સ્ટાફ છે. હાલ ફકત પાંચ ખેલાડીએ જ ઓસ્ટ્રેલિયાનું શરણ લીધું છે. બાકીના ખેલાડી વિચાર કરી રહ્યા છે. અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયા સરકારને આ ખેલાડીઓને શરણ આપવા અપીલ કરી હતી અને અન્યથા અમેરિકા શરણ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026