સનથ જયસૂર્યાનું સ્થાન લેશે
કોલંબો,
તા.10 : દ. આફ્રિકાના પૂર્વ બેટર ગેરી કર્સ્ટન શ્રીલંકા ટીમના હેડ કોચ નિયુક્ત થયા
છે. કર્સ્ટનનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તેની શરૂઆત 1પ એપ્રિલથી થશે. કર્સ્ટનની શ્રીલંકા
ટીમના કોચ તરીકેની ભૂમિકા 14 એપ્રિલ, 2028 સુધી રહેશે. આ દરમિયાન તેમના માર્ગદર્શનમાં
શ્રીલંકન ટીમ 2027નો વન ડે વર્લ્ડ કપ રમશે. જે દ.આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની
ધરતી પર રમાવાનો છે. પ8 વર્ષીય ગેરી કર્સ્ટન પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. 2008થી
2011 સુધી તેઓ ભારતીય ટીમના કોચ રહ્યા હતા. આ દરમિયાન ભારત વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન
થયું હતું. આ પછી 2011થી 2013 સુધી સાઉથ આફ્રિકા ટીમના હેડ કોચ રહ્યા હતા. હાલના ટી-20
વિશ્વ કપમાં તેઓ નામીબિયા ટીમના મેન્ટોર હતા. કર્સ્ટનનાં નામે 14,000થી વધુ ઇન્ટરનેશનલ
રન છે. તેઓ 100 ટેસ્ટ રમનારા આફ્રિકાના પહેલા ખેલાડી હતા.
ટી-20
વર્લ્ડ કપ-2026ના સુપર-8 રાઉન્ડમાં શ્રીલંકા ટીમ બહાર થઈ હતી. આ પછી સનથ જયસૂર્યાએ
મુખ્ય કોચપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમનાં સ્થાને કર્સ્ટન જવાબદારી સંભાળશે.