હવામાં
ઈંઘણ ભરતા સમયે બોઈંગ KC-135ને નડી દુર્ઘટના
નવી
દિલ્હી, તા. 13 : ઈરાન ઉપર ભેગા થઈને હુમલો કરનારા અમેરિકા અને ઈઝરાયલને પણ ભારે નુકસાનનો
સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધમાં અત્યારસુધીમાં સત્તાવાર રીતે ચાર અમેરિકી વિમાન
ક્રેશ થઈ ચુક્યા છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે શુક્રવારે ચોથા વિમાનની જાણકારી
આપતા કહ્યું હતું કે ઈંઘણ ભરતા સમયે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં સવાર
છમાંથી ચાર ક્રૂના મૃત્યુ થયા હતા.
શરૂઆતી
જાણકારી અનુસાર દુર્ઘટનામાં બે વિમાન સામેલ હતા. ક્રેશ થનારુ વિના બોઈંગ કેસી-135 ઈરાનમાં
ચાલી રહેલા અભિયાનમાં સામેલ હતું. આ એક ટેંકર વિમાન છે.જે બીજા જેટ્સને હવામાં જ ઈંઘણ
ઉપલબ્ધ કરાવે છે. ઘટના બાદ તાકીદે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વિમાન ક્રેશ
થયા બાદ બીજું વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરી ગયું હતું. જેનાથી વધુ નુકસાન ટળ્યું
હતું.