• શનિવાર, 14 માર્ચ, 2026

1 GB મોબાઈલ ડેટા ઉપર લાગશે $ 1 ટેકસ ?


મોબાઈલ ડેટા વપરાશ ઉપર નવા ટેક્સની વિચારણા : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને નવા ટેકસ ઉપર અભ્યાસ કરવા નિર્દેશ અપાયો : મુદ્દો હજી પ્રસ્તાવના રૂપમાં

નવી દિલ્હી, તા. 13 : ભારતમાં આવનારા સમયમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઈલ ડેટાના ઉપયોગ ઉપર નવો ટેક્સ લગાડવાના વિકલ્પ ઉપર વિચાર કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને કહેવામાં આવ્યું છે કે સમગ્ર મુદ્દે અભ્યાસ કરીને બતાવવામાં આવે કે ડેટા યુઝ ઉપર ટેક્સ લાદવો સંભવ છે કે નહી.

રિપોર્ટસ અનુસાર થોડા સમય પહેલા મળેલી ટેલીકોમ સેક્ટરની એક સમીક્ષા બેઠકમાં ડેટાના ઉપયોગ ઉપર ટેક્સનો મુદ્દો સામે આવ્યો હતો. બાદમાં  ડીઓટીને કહેવામાં આવ્યું હતું કે ડેટા ઉપર ટેક્સ સંભવ છે કે નહી તેનો અભ્યાસ કરવામાં આવે તેમજ જો ટેક્સ સંભવ હોય તો તેનું મોડેલ કેવું હોવું જોઈએ તેના અંગે પણ સંશોધન કરવામાં આવે.  કહેવાય છે કે સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં 1 રૂપિયો પ્રતિ જીપી ડેટા ઉપર ટેક્સ લાદવામાં આવી શકે છે. તેવામાં જો ટેક્સ લાગે તો દરેક યુઝર મોબાઈલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના ઉપર વધારાનો ચાર્જ જોડાઇ શકે છે. જો પ્રતિ ડોલર એક રૂપિયો ચાર્જ લાગે તો તેનાથી સરકારને દર વર્ષે 22,900 કરોડ રૂપિયા સુધીની આવક થઈ શકે તેમ છે. જો કે હજી સુધી આ માત્ર એક પ્રસ્તાવ છે, તેના ઉપર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાના એવા દેશોમાં છે જ્યાં મોબાઈલ  ડેટા ખુબ જ સસ્તો છે. સસ્તા ઈન્ટરનેટના કારણે ભારતમાં ડેટાનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રિલ્સના કારણે મોબાઈલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. બીજી મહત્વની વાત એવી છે કે હજી પણ મોબાઈલ રિચાર્જ અને પોસ્ટપેડ બિલ ઉપર 18 ટકા જીએસટી લેવામાં આવે છે એટલે કે યુઝર્સ  પહેલાથી જ ટેલિકોમ સર્વિસ માટે ટેક્સ ભરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક