• શનિવાર, 14 માર્ચ, 2026

પાકિસ્તાન-બાંગલાદેશ વન ડેમાં વરસાદનું વિઘ્ન : આગા રન આઉટ થતાં ભારે વિવાદ

પાક.ના 274 રનના જવાબમાં બાંગલાદેશે 27 રનમાં 3 વિકેટ ગુમાવી

મિરપુર તા.13: પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચેના બીજા વન ડે મેચમાં વરસાદની અડચણ આવી હતી. 27પ રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરી રહેલ બાંગલાદેશના 6.3 ઓવરમાં 3 વિકેટે 27 રન થયા હતા. ત્યારે વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. મેચ દરમિયાન પાક. બેટધર સલમાન આગાના 64 રને રનઆઉટ થવા પર ભારે વિવાદ થયો હતો. બાંગલાદેશના કેપ્ટન મહેંદી હસન મિરાજ બોલિંગ કરતો ફોલો થ્રૂમાં દડો રોકતી વખતે આગા સાથે અથડાયો હતો. આ દરમિયાન આગાએ દડો આપવાનો પ્રયાસ કર્યોં હતો. તે ક્રિઝની બહાર હતો. આથી મિરાજે ઝડપથી દડો લઇ સ્ટમ્પ પર થ્રો કરી રન આઉટની અપીલ કરી હતી. જે ત્રીજા અમ્પાયરે માન્ય રાખી હતી. આઉટ થયા પછી સલમાન આગા ઘણો ગુસ્સામાં હતો. આ ઘટનાથી બન્ને ટીમ વચ્ચેનો માહોલ ગરમ બની ગયો હતો.

અગાઉ પાકિસ્તાને 47.3 ઓવરમાં 274 રને ઓલઆઉટ થઇ હતી. પાકિસ્તાન તરફથી નવોદિત ઓપનિંગ બેટર માજ સદાકતે સર્વાધિક 7પ રનની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 46 દડમાં 6 ચોક્કા અને પ છક્કાથી 7પ રન કર્યાં હતા. આ સિવાય અનુભવી સલમાન આગાએ 64, મોહમ્મદ રિઝવાને 44  રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી રિશાદ હુસેને 3 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક