• સોમવાર, 06 એપ્રિલ, 2026

ચૂંટણી પછી પાપોનો હિસાબ થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કૂચબિહાર, તા.5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતયી જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. કૂચબિહારના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભામાં પીએમ મોદીએ રાજ્યના સત્તા પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ઝખઈ બંગાળમાં ભ્રષ્ટાચાર અને ભયનું રાજકારણ કરે છે.  

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ વખતે બંગાળ પાસે બે જ વિકલ્પ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મમતા સરકારે બંગાળમાં લોકશાહીને નબળી પાડી છે અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કર્યું છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી બાદ ‘પાપો’નો હિસાબ થશે અને કાયદો પોતાનું કામ કરશે.   પીએમ મોદીએ બંગાળમાં વધતી ઘૂસણખોરી અને બદલાતી ડેમોગ્રાફી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક તરફ વિદેશીઓને વસાવવાનું જોખમ છે, જ્યારે ભાજપ ઘૂસણખોરી રોકવા અને નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપે છે. તેમણે માલદાની ઘટનાનો ઉલ્લેખ કરી બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક