• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

શિમલામાં ભરઉનાળે તીવ્ર ઠાર : એપ્રિલનો 23 વર્ષનો વિક્રમ તૂટયો

નવી દિલ્હી, તા. 9 : ત્રણ પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર ભારત ભરઉનાળે ઠંડીમાં ઠરે છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 3.6 ડિગ્રી સેલ્સિયસ સાથે એપ્રિલમાં ઠંડીનો 23 વર્ષનો વિક્રમ તૂટયો હતો.

પર્વતીય રાજ્ય વરસાદ, બરફવર્ષા થયા બાદ એપ્રિલમાં જાન્યુઆરી જેવી ઠંડી પડવા માંડી હતી. રાજ્યના કુકુમસૈરીમાં માઇનસ 0.3, કલ્પામાં માઇનસ 0.2 અને કેલાંગમાં માઇનસ 0.4 ડિગ્રી સાથે પારો સરકતાં જનજીવન કાતિલ ઠારમાં થરથર્યું હતું. બીજીતરફ રાજસ્થાનમાં છેલ્લા 20 દિવસથી મોસમ બદલતાં તાપામાનમાં સાત ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક