• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

લેન્ડ ગ્રાબિંગના 11 આરોપીઓ પૈકી એક ઈસમ ઝડપાયો

રાણાવાવ ખાતે પાંચ મહિલા સહિત 11 શખસ સામે નોંધાયો હતો ગુનો

પોરબંદર, તા.8: પોરબંદર નજીકના રાણાવાવ ખાતે ખાનગી જમીન પચાવી પાડવા અંગે પાંચ મહિલા સહિત 11 ઈસમો સામે ગુનો દાખલ થયો હતો, જે પૈકી એકને પોલીસે પકડી પાડયો છે.

પોરબંદરના સુતારવાડામાં રહેતા મચ્છીના વેપારી મુહમ્મદ હનીફ અબ્દુલ રહેમાન દ્વારા રાણાવાવ ખાતે વર્ષ 2000ની સાલમાં લીધેલી જમીનને પચાવી પાડવા અંગે પાંચ મહિલા સહિત 11 ઇસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન રાણાવાવ સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલી હકિકત આધારે ઉપરોકત આરોપી કારાભાઈ પોલાભાઈ ગરચર (ઉં.વ.37) ધંધો માલધારી રહે.કમાણી ટાયર્સ પાસે, બગીચા રોડના કાંઠે વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક