કોલકતા તા.9: લખનઉ સુપર જાયન્ટસની ચુસ્ત બોલિંગ છતાં કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. એક તબકકે કેકેઆરની ઇનિંગમાં 2પ દડા સુધી એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. આથી મીડલ ઓવરમાં રન રફતાર મંદ પડી ગઈ હતી. જો કે કેમરૂન ગ્રીન અને રોવમેન પોવેલ વચ્ચેની પાંચમી વિકેટની 40 દડામાં 70 રનની અતૂટ ભાગીદારીની મદદથી કેકેઆર ટીમે એલએસજી સમક્ષ 182 રનનું વિજય લક્ષ્ય મુકયું હતું.
કેમરૂન
ગ્રીન 24 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી 32 અને રોવમેન પોવેલ 24 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી
39 રને અણનમ રહ્યા હતા. આ પહેલા ફિન એલન (9)ની જલ્દીથી વિકેટ ગુમાવ્યા બાદ કપ્તાન રહાણે
અને યુવા રઘુવંશી વચ્ચે બીજી વિકેટમાં પ2 દડામાં 84 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રહાણેએ
24 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 41 અને રઘુવંશીએ 33 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 4પ રન
કર્યાં હતા. રિંકુ સિંહ 4 રને આઉટ થયો હતો. લખનઉ તરફથી પ્રિન્સ, સિધ્ધાર્થ, દિગ્વેશ
અને આવેશે 1-1 વિકેટ લીધી હતી.