સોશિયલ મીડિયામાં લોકોએ શહબાઝને ગણાવ્યા ‘કોપી પેસ્ટ પીએમ’
નવી
દિલ્હી, તા. 9 : અમેરિકા-ઈરાન સંઘર્ષમાં પાકિસ્તાનની કથિત મધ્યસ્થતાની પૂરી પોલ સોશિયલ
મીડિયામાં એક ભૂલનાં કારણે ખૂલીને સામે આવી છે. પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફે એક્સ ઉપર
યુદ્ધ વિરામની અપીલની પોસ્ટ શેર કરી હતી જો કે તેમાં ‘ડ્રાફ્ટ- પાકિસ્તાની પીએમ મેસેજ
ઓન એક્સ’ લખેલું હટાવવાનું રહી ગયું હતું. બાદમાં પોસ્ટને એડિટ કરીને પોલ ખોલતો ભાગ
હટાવી લેવાયો હતો. જો કે હવે ક્રીનશોટ્સ વાયરલ થયા છે. કહેવાય છે કે પાકિસ્તાની પીએમએ
અમેરિકાની મંજૂરી બાદ પોસ્ટ શેર કરી હતી.
ન્યૂયોર્ક
ટાઇમ્સના રિપોર્ટ અનુસાર વ્હાઈટ હાઉસે પોસ્ટને એક્સ ઉપર શેર કરતા પહેલા જોઈ હતી અને
મંજૂરી આપી હતી. આ ખુલાસો બતાવે છે કે પાકિસ્તાનની સ્વતંત્ર કૂટનીતિક પહેલ હકીકતમાં
અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ક્રીપ્ટ હતી. પોસ્ટનો ડ્રાફ્ટ ક્રીનશોટ વાયરલ
થતાં લોકોએ પાકિસ્તાન અને શહબાઝ શરીફની મજાક શરૂ કરી હતી અને કોપી પેસ્ટ પીએમ જેવું
સંબોધન કર્યું હતું.