• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

ભાવનગર: 21 કરોડના સાયબર ફ્રોડ અને ક્રિપ્ટો કૌભાંડમાં વધુ 9 આરોપી જેલહવાલે

ભાવનગર,તા.8: ભાવનગરમાં 134 જેટલા ભાડાના બેંક ખાતાઓ દ્વારા રૂ. 21.37 કરોડના શંકાસ્પદ ટ્રાન્જેક્શન આચરી સાયબર ફ્રોડ કરનાર ટોળકીના વધુ 9 સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ગુજસીકોટ કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં સક્રિય હતી. તેઓ નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવી તેમાં છેતરાપિંડીના નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ આ નાણાંને ઓનલાઇન બાંકિંગ દ્વારા અલગ-અલગ ખાતામાં ફેરવી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લેતા અથવા અઝખ મારફતે ઉપાડી સગેવગે કરી દેતા હતા. બોરતળાવ પોલીસે અર્પણ ઉર્ફે લખન, સૈલેશ ઉર્ફે ભૂરો, રાહુલ ગોહેલ, શાહીન કુરેશી, માહીન કુરેશી, મિહિર સરવૈયા,અમન ઓફાણી, હર્ષદ સરવૈયા અને અનુજ્ભાઈ સરવૈયાને ઝડપી લઇ ગુનામાં ગંભીરતા જોતા ગુજસીકોટની કલમોનો ઉમેરો કરાયો છે. આ આખા કૌભાંડનો સૂત્રધાર દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ પોલીસ પકડથી દૂર છે. દશરથ અગાઉ ભરૂચ પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં એક જ વ્યક્તિ વિરુદ્ધ બે વખત ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયો હોય. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક