• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

એશિયાઈ દેશો માટે રૂસી ઓફર

ઊર્જા સંકટ વચ્ચે 40 ટકા છૂટ સાથે ગેસ આપવા તૈયારી; ભારત જેવા દેશોને મોટી રાહત મળે

 

નવી દિલ્હી, તા. 9: મહાયુદ્ધ બાદ દુનિયાભરમાં ઊર્જા સંકટથી ઉચાટ વચ્ચે રશિયામાંથી રાજી થવા જેવા સમાચાર મળ્યા છે. રૂસે એશિયાઈ દેશને મોટી ઓફર આપતાં 40 ટકા છૂટ સાથે ગેસ દેવાની તૈયારી બતાવી છે. ખાસ કરીને જ્યાં ઊર્જાની ભારે માંગ છે તેવા ભારત અને દક્ષિણ એશિયાના દેશોને આ ઓફર મોટી રાહત આપી શકે છે.

જો ભારત રૂસ પાસેથી સસ્તા દરે એલએનજી ખરીદે તો ગેસ 40 ટકા સસ્તો થવાથી સામાન્ય જનતા અને ઉદ્યોગોને મોટો ફાયદો થઈ શકે છે.

ખાસ કરીને ગેસ આધારિત ઉદ્યોગો અને વીજકંપનીઓ માટે આ મોટી રાહત સાબિત થઈ શકે, પરંતુ અમેરિકી પ્રતિબંધોને ધ્યાને લેતાં ભારતે સતર્ક રહેવું પડશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તાણ અને કતરના એલએનજી પ્લાન્ટ પર હુમલાનાં કારણે વૈશ્વિક ગેસ પુરવઠો પૂરો પાડવા પર 20 ટકા અસર થઈ છે. રશિયા આ સ્થિતિનો લાભ લેતાં સસ્તા ભાવે ગેસ વેચીને નવા ગ્રાહકો શોધી રહ્યું છે. અત્યારે ચીન જ એક મોટો ગ્રાહક દેશ છે. કેટલાક વચેટિયા દાવો કરે છે કે, કાગળ પર આ ગેસ ઓમાન કે નાઈજીરિયાથી આવેલો બતાવાશે, જેના પ્રતિબંધોથી બચી શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક