નવી દિલ્હી, તા.9: ગુજરાત ટાઇટન્સનો ગઇકાલના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચના અંતિમ દડે 1 રને દિલધડક વિજય થયો હતો. અંતિમ ઓવરના પાંચમા દડે મિલર પાસે સિંગલ રનની તક હતી, આથી સ્કોર બરાબરી પર આવી જાત, પણ મિલરે સિંગલ લીધો નહીં, અને અંતિમ દડે કુલદીપ રન આઉટ થયો હતો. આથી દિલ્હીને 1 રને હાર સહન કરવી પડી હતી.
મેચ
બાદ ગુજરાતના કપ્તાન શુભમન ગિલે જણાવ્યું કે પ્રસિધ્ધ કૃષ્ણા દ્રારા આખરી દડો ધીમો
બાઉન્સર ફેંકવાનો નિર્ણય ટીમની રણનીતિનો હિસ્સો હતો. અમે સમજી વિચારીને આ નિર્ણય લીધો
હતો. અમે ચર્ચા કરી રહ્યા હતા કે યોર્કર ફેંકવો કે ધીમો દડો. અમે નિર્ણય લીધો કે આ
પિચ પર સ્લોઅર બાઉન્સર સારો બની રહેશે. જેના પર બાઉન્ડ્રી મારવી મુશ્કેલ બનશે.
મેચ
વિશે ગિલે જણાવ્યું કે અમે ડેથ ઓવર્સમાં ઓછા રન (આખરી 4 ઓવરમાં 42 રન) કરી શકયા તેનું
કારણ પિચ ધીમી પડી ગઇ હતી. આમ છતાં અમને ભરોસો હતો કે 210 રનના સ્કોરનો બચાવ થઇ શકશે.
જો કે ગિલે સ્વીકાર્યું કે મિલરે ગજબનું બેટિંગ કરી મેચ લગભગ ફિનિશ કરી જ દીધો હતો,
પણ પ્રસિદ્ધે અમને અંતિમ દડે વિજય અપાવ્યો. ગિલે બટલરની ફોર્મ વાપસીને રાહતજનક ગણાવી
હતી.