નવીદિલ્હી,તા.પ: દુનિયામાં ઉર્જા સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની આશા અને મહત્વાકાંક્ષા વધુ બળવતર બને તેવી એક ઘોષણામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, અંદમાન-નિકોબાર ક્ષેત્રમાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડને પ્રાકૃતિક ગેસનો મોટો ભંડાર મળ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર
કરીને પુરીએ ખુશી પ્રગટ કરતાં કહ્યું છે કે, અંદમાન-નિકોબાર ટાપુઓથી 1પ કિ.મી. દૂર
શ્રીવિજયપુરમ-3માં આપણને કુદરતી ગેસનાં ભંડાર મળ્યા છે. આ કુવો પાણીમાં આશરે 1900 મીટરની
ઉંડાઈએ સ્થિત છે. પ્રારંભિક ચકાસણી દરમિયાન સતત ગેસ બળગતા તેની મોજૂદગીની પુષ્ટિ થઈ
છે. ગેસનાં નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા 2025માં
પણ બેસિનમાં પ્રાકૃતિક ગેસની પુષ્ટિ થઈ હતી.