ટીએમસીની મહત્વની બેઠકમાં કમિટિઓનું પુનર્ગઠન કરાયું : છ સાંસદ અને 8 વિધાયક જ બેઠકમાં પહોંચ્યા : નેતા પ્રતિપક્ષની નિયુક્તિને કોર્ટમાં પડકારાશે
કોલકાતા, તા. 5 : તૃણમૂલ કોંગ્રેસની
એક મહત્વની બેઠકમાં મમતા બેનરજીએ વિધાયકોના વિરોધ છતાં ફરી એક વખત પોતાના ભત્રીજા અભિષેક
બેનરજીના નેતૃત્વ ઉપર ભરોસો વ્યક્ત કરીને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા
હતા. જ્યારે મમતા બેનરજી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. આ ઉપરાંત પક્ષે બાગી
વિધાયક ઋતબ્રત બેનરજીને બંગાળ વિધાનસભા સ્પીકર દ્વારા નેતા પ્રતિપક્ષનો દરજજ્જો આપવા
સામે હાઈ કોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. બંગાળમાં ટીએમસીના સાંસદોમાં પણ વિદ્રોહની અટકળો
વચ્ચે કોલકાતા સ્થિત મમતાના આવાસે મળેલી બેઠકમાં માત્ર છ સાંસદ અને આઠ વિધાયક જ પહોંચ્યા
હતા. એવી ચર્ચા શરૂ થઈ છે કે ટીએમસીના 20 જેટલા સાંસદો વિદ્રોહી જૂથના સંપર્કમાં છે.
મળતી વિગત પ્રશાણે તૃણમૂલ કોંગ્રેસ
પ્રમુખ મમતા બેનરજીએ પોતાના આવાસે બેઠક બોલાવી હતી જેમાં ખુબ ઓછા નેતાઓને બોલાવ્યા
હોવાનું સામે આવ્યું હતું.