ખંભાળિયા, તા.5: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે કાળા પથ્થરનું ખનન કરતા માફિયાઓ પર એસ.ઓ.જી.ની ટીમે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાની સૂચનાથી પી.આઈ. વી.એ. રાણાના નેતૃત્વમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે થરવાળી-ધારવાળી સીમમાં દરોડો પાડયો હતો. સ્થળ પર કોઈપણ પાસ-પરમીટ કે ખાણ-ખનીજ વિભાગની મંજૂરી વગર ચાલી રહેલી ખનન પ્રવૃત્તિમાંથી પોલીસે 2 જેસીબી મશીન અને 6 ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ 1,75,60,000નો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ રેડ
દરમિયાન પોલીસે ગેરકાયદે ખોદકામ અને વહન કરવા બદલ કાના બાલા પરમાર, કિશોર બાબુ કછટિયા,
યોગેશ માધા ડાભી સહિત કુલ 8 વાહન ચાલકોની અટકાયત કરી છે. પોલીસે વાહનો ઉપરાંત સ્થળ
પરથી 12 ટન તેમજ 25 હજાર મેટ્રિક ટન બ્લેક ટ્રેપ પથ્થર અને હાર્ડ મોરમનો જથ્થો પણ કબજે
કર્યો છે.
પોરબંદરના
બળેજ ગામે ગેરકાયદે ખનન ઝડપાયું : 6 ચકરડી જપ્ત
પોરબંદર,
તા. 5: પોરબંદર નજીકના બળેજ ગામે તંત્રએ બે જગ્યાએથી ખનીજ ચોરી અંગે દરોડો પડી છ ચકરડી જપ્ત કરી છે. ગામની દરિયાઈ પટ્ટી
ઉપર મોટી માત્રામાં ગેરકાયદે ખાણો ધમધમી રહી છે. આ ખાણો રોડની તદ્દન નજીક આવેલી છે.
પોરબંદરથી માધવપુર સુધીની આખી દરિયાઈ પટ્ટી ઉપર હપ્તા સિસ્ટમથી ખાણો ચાલે છે તેવો સ્થાનિકોનો
આક્ષેપ છે. આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રાત્રે પ્રાંત અધિકારી
અને મામલતદાર પોરબંદર ગ્રામ્યની સંયુક્ત ટીમે બળેજમાં દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન
બે જગ્યાએ ગેરકાયદે ખનન ઝડપાયું હતું અને કુલ છ ચકરડી જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને સોંપવામાં
આવી હતી. માત્ર ચક્કરડી પકડીને નહીં, પરંતુ ખનન માફિયાઓના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી
કરવામાં આવે અને દરિયાકાંઠાના પર્યાવરણને બચાવવા તંત્ર નિયમિત અને કડક ચાકિંગ હાથ ધરે
તેવી સ્થાનિકોએ માગણી કરી છે.