• શનિવાર, 06 જૂન, 2026

જૂનાગઢમાં પિતરાઈ ભાઈનો જ વિશ્વાસઘાત વેપારીના 25 લાખ ભરેલો થેલો લઈ ત્રણ શખસ ફરાર

જુનાગઢ,તા.5:ભેસાણમાં કમિશન એજન્ટનો વેપાર કરતા રિઝવાન રફિક પરમારે ખેડૂતો પાસેથી ખરીદેલા માલના વેચાણ પેટે રાજકોટની પેઢીમાંથી આવેલા રૂ.24.99 લાખ જૂનાગઢની ઇંઉBિઍ બેંકમાંથી ઉપાડ્યા હતા. આ નાણાં ખેડૂતોને ચૂકવવાના હોવાથી રિઝવાન તેના પિતરાઈ ભાઈ અંજુમ પરમારની અર્ટિગા કારમાં રોકડા રૂપિયા ભરેલો થેલો મૂકીને નીકળ્યો હતો. જોકે, અંજુમની દાનત બગડતાં તેણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાના બે મિત્રો વૈભવ નિમબાર્ક અને ચિરાગ પરમારને કાર સાથે સકરબાગ સામે બોલાવી રાખ્યા હતા.

જ્યારે રિઝવાનની કાર રામદેવપરા ચોક પાસે વળાંક લઈ રહી હતી, ત્યારે વૈભવ અને ચિરાગે પોતાની કાર આડી નાખી હતી. આ તકનો લાભ લઈ અંજુમ કારમાંથી નાણાં ભરેલો થેલો ઉઠાવી મિત્રોની કારમાં બેસીને નાસી છૂટ્યો હતો. રિઝવાને સાબલપુર સુધી પીછો કર્યો છતાં તેઓ હાથ આવ્યા નહોતા અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે, નાણાં પાછા ન મળતા રિઝવાને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અંજુમ, વૈભવ અને ચિરાગ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક