કાકામિગાહારા (જાપાન), તા.પ: ભારતીય પુરુષ હોકી ટીમ અન્ડર-18 એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં યુવા ભારતીય ટીમે પાકિસ્તાન સામે પ-3 ગોલથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. મેચની 48 મિનિટ સુધી પાક. ટીમ 3-2 ગોલથી આગળ હતી. આ પછી ભારતીય ટીમે જોરદાર વાપસી કરી જીત નોંધાવી હતી. પછીની 8 મિનિટમાં ભારતીય ખેલાડીઓએ 3 ગોલ કર્યા હતા. અન્ડર-18 એશિયા કપમાં ભારત છેલ્લે 2016માં ચેમ્પિયન બન્યું હતું. પાક. સામેના સેમિ ફાઇનલમાં ભારત તરફથી આશીષ ટાનીએ 12મી, 49મી, પ3મી અને પ6 મિનિટે ગોલ કર્યાં હતા. અંતિમ ત્રણ ગોલ તેણે પેનલ્ટી કોર્નરની મદદથી કર્યાં હતા. ફાઇનલમાં ભારતની ટક્કર જાપાન વિરુદ્ધ થશે.