નવી દિલ્હી, તા.પ: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોની નવી ડિઝાઈનની તસવીરો વાયરલ બનેલી છે અને તેમાં કોઈ તથ્ય ન હોવાનું તો સ્પષ્ટ થઈ ગયું છે પણ આજે ભારતીય રિઝર્વ બેન્કે(આરબીઆઈ) સત્તાવાર રીતે દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ શરૂ કરવાની તૈયારી ચાલતી હોવાનું કહ્યું છે.
આરબીઆઈનાં
ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે આની જાણકારી આપતાં કહ્યું હતું કે, પોલિમર નોટનો પ્રસ્તાવ
હજી પ્રાથમિક તબક્કામાં છે અને તેનાં ઉપર આગળની વિચારણા ચાલી રહી છે. જો આ પ્રસ્તાવનો
અમલ થશે તો દેશમાં પ્લાસ્ટિક કરન્સી ચલણમાં આવી જશે.
પ્રાપ્ત
થતાં અહેવાલો અનુસાર આનાં માટે એક પાયલટ એટલે કે પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી
શકે છે. જેમાં શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની નોટોથી શરૂઆત કરવામાં આવી શકે છે.