• શનિવાર, 06 જૂન, 2026

જર્મન ખેલાડી જેવરેવ ફ્રેંચ ઓપનના ફાઇનલમાં

મહિલા વિભાગમાં આજે મીરા એન્ડ્રિવા અને માજા ચ્વાલિંસ્કા વચ્ચે ખિતાબી મુકાબલો

પેરિસ, તા.પ: જર્મન ખેલાડી એલેકઝાંડર જેવરેવ ફ્રેંચ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ થયો છે. તેણે પ્રથમ સેમિ મેચમાં ઝેક ખેલાડી જે. મેન્સિકને 7-પ, 6-2, 3-6 અને 6-3થી હાર આપી હતી.

જયારે મહિલા વિભાગમાં પોલેન્ડની 24 વર્ષીય બિન ક્રમાંકિત ખેલાડી માજા ચ્વાલિંસ્કા ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની ટક્કર શનિવારે રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા વિરુદ્ધ થશે. ગઇકાલે રાત્રે રમાયેલા બીજા સેમિ ફાઇનલ મેચમાં માજા ચ્વાલિંસ્કાએ રશિયન ખેલાડી ડાયના શ્નાઇડરને 7-6 અને 6-4થી હાર આપીને પહેલીવાર ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ તેણી રોલાન્ડ ગેરોસ પર મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચનારી પહેલી કવોલીફાયર ખેલાડી બની છે. ચ્વાલિંસ્કા હાલ વિશ્વ ક્રમાંકમાં 114મા સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક