જયરામ
રમેશ, શક્તિસિંહ સહિત નેતાઓની માંગ; નવું ટ્રસ્ટ રચો : વડાપ્રધાન મોદી દેશની માફી માગે
નવી
દિલ્હી, તા. 8 : અયોધ્યાનાં રામમંદિરમાં ચડાવા ચોરીના મામલે રાજકીય ઘમસાણ સર્જાયું
છે. કોંગ્રેસે બુધવારે રામમંદિર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયની તાત્કાલિક ધરપકડની
માંગ કરી હતી.
સાથોસાથ
આ પ્રકરણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની માફી માગે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
ટ્રસ્ટ ભંગ કરાય અને મામલાની તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ કરાય તેવી માંગો પણ
વિપક્ષે કરી હતી.
કોંગ્રેસ
મહામંત્રી જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે, રામમંદિર નિર્માણનો યશ લેવામાં સૌથી આગળ
રહેલા વડાપ્રધાન મોદી ચડાવા ચોરીના મામલામાં જવાબદારી લેવાથી બચી રહ્યા છે. રામમંદિર
દાનચોરીના અસલી અપરાધીઓની ધરપકડ તરત થવી જોઇએ, તેવી માંગ પણ કોંગ્રેસ નેતાએ કરી હતી.