• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

બહારી તાકાતોએ અડચણ ઉભી કરી : NLSIUમાં બોલ્યા CJI

દીક્ષાંત સમારોહ દરમિયાન છાત્રોને ન્યાય, સ્વતંત્રતા અને સંવૈધાનિક મૂલ્યોની રક્ષા કરવા કહ્યું

નવી દિલ્હી, તા. 17 : ચીફ જસ્ટિસ (સીજેઆઇ) અને નેશનલ લો સ્કૂલ ઓફ યુનિવર્સિટીના કુલપતિ સૂર્યકાંતે શનિવારે કહ્યું હતું કે અમુક બહારી તાકાતોનાં કારણે પેદા થયેલી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનાં કારણે 34મા દીક્ષાંત સમારોહને લઈને અનિશ્ચિતતા પેદા થઈ હતી. સીજેઆઇએ કહ્યું હતું કે, અમુક સમય માટે તો એવું લાગી રહ્યું હતું કે, કદાચ કાર્યક્રમ આશા પ્રમાણે થઈ શકશે નહીં.

બેંગલોરના દીક્ષાંત સમારોહ દરમિયાન છાત્રોને સંબોધિત કરતા ન્યાયમૂર્તિ સૂર્યકાંતે છેલ્લા અમુક સમયમાં કાર્યક્રમને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાની વાત કરી હતી. છાત્રોને સંબોધન કરતા સીજેઆઇએ કાયદાનો અભ્યાસ પૂરો કરનારા છાત્રોને ન્યાય, સ્વતંત્રતા અને સંવૈધાનિક મૂલ્યોની રક્ષા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાનૂની ક્ષેત્રમાં માત્ર કાયદાની જાણકારી હોવી જરૂરી નથી, ન્યાયના પક્ષમાં રહેવાનું સાહસ અને બીજાની વાત સાંભળવાની  વિનમ્રતા પણ જરૂરી છે.

સીજેઆઇએ કહ્યું હતું કે પ્રતિભાળી છાત્રોના વિશાળ સમૂહે સાબિત કર્યું છે કે દ્રઢ સંકલ્પની ભાવનાને સરળતાથી દબાવી શકાય નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક