• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

મણિપુરમાં BSFનાં જવાનોને ફૂડ પોઈઝનિંગ : એકસાથે 84 હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી, તા.16: મણિપુરનાં ઈમ્ફાલમાં ફૂડ પોઈઝનિંગની આશંકાએ સીમા સુરક્ષા દળ(બીએસએફ)નાં 84 જેટલા જવાનો અને 3 નાગરિક ડ્રાઈવરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં.

આટલા જવાનોને એકસાથે તકલીફ થતાં ખળભળાટ મચી ગયો હતો. તેમની તબિયત બગડવાનાં કારણો જાણવા માટે લેબોરેટરીનાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિમ્સ હોસ્પિટલનાં જણાવ્યા અનુસાર હજી સુધી કોઈ જ દર્દીની હાલત ગંભીર નથી.

હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવેલા તમામ જવાન બીએસએફની પ8મી બટાલિયનની ડેલ્ટા કંપનીનાં છે. આ તમામ જવાનો બુધવારે દીમાપુરથી ઈમ્ફાલ પહોંચ્યા હતાં. તેમને એક કામચલાઉ આશ્રયમાં ઉતારવામાં આવ્યા હતાં. જ્યાં તેમને પૂરી અને સૂકીભાજીનો નાસ્તો આપવામાં આવ્યા હતો. જે ખાધા બાદ તેમને ઉલટી શરૂ થઈ ગઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક