પ્રથમ 3 વન-ડેમાં ગિલ તો અંતિમ 2માં અય્યર કેપ્ટન
ભુવી
- શમીની બાદબાકી : ટેસ્ટ શ્રેણીમાં ગિલ-રાહુલની જોડી સંભાળશે નેતૃત્વ
નવી
દિલ્હી, તા.16: ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી
સમિતિએ પાંચ વન-ડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત
કરી દીધી છે. પસંદગીકારોએ આ વખતે વન-ડે શ્રેણીમાં વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને રાખીને
બે અલગ-અલગ તબક્કામાં નેતૃત્વ વહેંચવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
શરૂઆતી
ત્રણ વન-ડે મેચોમાં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ અય્યર વાઇસ-કેપ્ટનની
ભૂમિકા ભજવશે. શ્રેણીના અંતિમ બે વન-ડે મુકાબલા માટે શ્રેયસ અય્યરને સુકાનીપદ સોંપવામાં
આવ્યું છે અને ઈશાન કિશનને ઉપ-સુકાનીપદની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, બે ટેસ્ટ મેચોની
શ્રેણીમાં શુભમન ગિલ જ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે કે.એલ. રાહુલ વાઇસ-કેપ્ટન
તરીકે સાથ આપશે. જાહેર કરાયેલી ટીમોમાં સૌથી ચોંકાવનારો નિર્ણય અનુભવી ઝડપી બોલરો મોહમ્મદ
શમી અને ભુવનેશ્વર કુમારને બહાર રાખવાનો રહ્યો છે. બંનેમાંથી એક પણ દિગ્ગજ બોલરને વન-ડે
કે ટેસ્ટમાંથી કોઈપણ ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ટેસ્ટ
ટીમની વાત કરીએ તો બાટિંગ વિભાગમાં યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શન
જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ સ્થાન પામ્યા છે, જ્યારે વિકેટકાપિંગમાં ધ્રુવ જુરેલ અને
ઋષભ પંતનો સમાવેશ કરાયો છે. જોકે, પંતનો રમવાનો આખરી નિર્ણય તેની સંપૂર્ણ ફિટનેસ ક્લિયરન્સ
પર નિર્ભર રહેશે. બાલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પેસ આક્રમણનું
નેતૃત્વ કરશે, જ્યારે સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વાશિંગ્ટન સુંદર
કમાલ સંભાળશે.
પ્રથમ
ત્રણ વન-ડે: ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન),
કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ,
ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ,
પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે.
અંતિમ
બે વન-ડે: શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન
(વાઇસ-કેપ્ટન અને વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી,
ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ,
યશ ઠાકુર અને કુલદીપ યાદવ.