નવીદિલ્હી,તા.16: સુપ્રીમ કોર્ટે પત્રકાર નિખિલ વાગલે અને શિવસેનાનાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતને અદાલતની અવમાનનાની નોટિસ જારી કરી છે. દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ) સૂર્યકાંત અને ન્યાયપાલિકા વિશે તેમનાં તરફથી આપવામાં આવેલા નિવેદનો બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની નોટિસ જારી થવા સાથે જ રાઉતનાં સૂર બદલાઈ ગયા હતાં અને તેમણે કહ્યું હતું કે, જો વાત ખોટી હશે તો તેઓ માફી માગી લેશે.
સીજેઆઈ
સૂર્યકાંતે રાઉતનાં વિધાનો સામે ટિપ્પણી કરી હતી કે, અદાલતો વ્યક્તિગત સ્વંતત્રતા કે
અન્ય અધિકારોની રક્ષા કરવામાં ક્યારેય પાછળ રહી નથી. તેથી સંસ્થા ઉપર આ પ્રકારનાં હુમલા
થવા દુર્ભાગ્યપૂર્ણ છે. આ છે કે, આખરે સમજદારીપૂર્વક કામ થશે.
ઉલ્લેખનીય
છે કે, પત્રકાર વાગલે અને સંજય રાઉતે ચૂંટણી પંચની કામગીરી મુદ્દે રજૂઆત કરવા માટે
રાહુલ ગાંધીએ માગેલી મુલાકાતનો સમય નહીં આપવા બદલ સીજેઆઈની આલોચના કરી હતી. વાગલેએ
સોશિયલ મીડિયા ઉપર સીજેઆઈ વિરુદ્ધ એક પોસ્ટ કરી હતી અને પછી તેને ડીલીટ કરીને માફી
માગી લીધી હતી. દરમિયાન રાઉતે કહ્યું હતું કે, તેમનાં દ્વારા કરવામાં આવેલા વિધાનોમાં
અદાલતની અવમાનનાનો કોઈ ઈરાદો ન હતો. તેમ છતાં કંઈ ખોટું થયું હશે તો માફી માગવામાં
પણ કોઈ ક્ષોભ નથી.
ઉલ્લેખનીય
છે કે, તા.12મી ઓક્ટોબરે વિપક્ષી સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ બાદ ગુરુવારે સુનાવણીમાં
સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, ન્યાયતંત્રને કોઈ ડરાવી-ધમકાવી ન શકે. જેને પગલે
પ્રસાર-માધયમોમાં એવી અટકળો અને અહેવાલો વહેતા થઈ ગયા હતાં કે આ ટિપ્પણી રાહુલ ગાંધી
માટે કરવામાં આવી હતી. જો કે, હવે સ્પષ્ટ થયું છે કે, સુપ્રીમ કોર્ટને એ ટિપ્પણી અને
નોટિસ રાઉત માટે હતી.