25
વર્ષમાં નવ મોટી દુર્ઘટના સર્જાઈ, રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા
કાહિરા,
તા. 9 : ઈજિપ્તમાં રવિવારે બે પ્રવાસી ટ્રેન ટકરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની
સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. પહેલાં ચાર લોકોનાં મોત થયાં હોવાની વિગતો સામે આવી હતી.
ટ્રેન દુર્ઘટનામાં લગભગ 125 લોકો ઘાયલ થયા હતા. ટ્રેનો ટકરાતાં કેટલાય ડબ્બા પાટા પરથી
ઊતરી ગયા હતા.
રાજધાની
કાહિરાથી લગભગ 76 કિ.મી. દૂર ગીજા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. રાષ્ટ્રપતિ અબ્દેલ
ફતહ અલ-સીસીએ દુર્ઘટના બાદ તપાસનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મિશ્રમાં છેલ્લા
25 વર્ષમાં નવ મોટી રેલ દુર્ઘટનાઓ બની હતી.
મિશ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઘાયલોને
હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રેલવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ ટ્રેન ગીજાથી ફ્યૂમ
જઈ રહી હતી. બીજી ટ્રેન કાહિરાથી અસવાન જઈ રહી હતી. આ દરમ્યાન ગીજાથી આવી રહેલી ટ્રેને
બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. મરણ પામનારાઓમાં ટ્રેનનો ડ્રાઈવર પણ હતો.
દુર્ઘટનામાં
રેલના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જેથી રેલવે સેવાને પણ તેની અસર થઈ હતી. સમાચાર
મળતાં ઘટનાસ્થળે બચાવ રાહત ટૂકડીઓ ઘસી ગઈ હતી. પાટા પરથી તૂટેલા ડબ્બાઓ અને કાટમાળને
હટાવવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી જેથી રેલવે સેવા પૂર્વવત્ કરી શકાય.