4 વર્ષમાં
5મી અંડર-19 ટૂર્નામેન્ટ રમી નાખી, પરિપક્વતા જોઈ સવાલો ઉઠયા
કરાચી,
તા.9 : પાકિસ્તાનનો યુવા ફાસ્ટ બોલર અલી રઝા છેલ્લાં ચાર વર્ષમાં સતત પાંચમી અંડર-19
ટૂર્નામેન્ટ રમી રહ્યો હોવાથી સોશિયલ મીડિયા પર તેની સાચી ઉંમર અંગે જોરદાર ચર્ચા અને
વિવાદ છેડાઈ ગયો છે. પોતાની તેજ ગતિ માટે જાણીતો રઝા પાકિસ્તાનના એજ-ગ્રુપ ક્રિકેટનો
નિયમિત હિસ્સો રહ્યો છે પરંતુ આટલા લાંબા સમય સુધી જુનિયર સ્તરે તેની હાજરી જોઈને ક્રિકેટપ્રેમીઓ
આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
પીસીબી
અને આઈસીસીના સત્તાવાર દસ્તાવેજો અનુસાર, અલી રઝાની જન્મ તારીખ 18 માર્ચ, 2008 નોંધાયેલી
છે, જે મુજબ નવેમ્બર 2026માં તેની ઉંમર 18 વર્ષ થાય છે. બોર્ડ તરફથી તેના પર કોઈ તપાસ
નથી છતાં તેની શારીરિક બાંધો અને મેદાન પરના અનુભવને જોઈને યુઝર્સ તેની ઉંમર પર શંકા
વ્યક્ત કરી રહ્યા છે. રઝા પીએસએલ અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પણ રમી ચૂક્યો છે.
અલી
રઝા 2024ના અંડર-19 વર્લ્ડ કપમાં 3 મેચમાં 9 વિકેટ લઈને સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યો
હતો. ત્યારથી અત્યાર સુધીમાં તે 2024 વર્લ્ડ કપ, 2024 અને 2025ના અંડર-19 એશિયા કપ,
2026 વર્લ્ડ કપ અને હવે 2026ના અંડર-19 એશિયા કપમાં રમી રહ્યો છે. ભારત સામે પણ તેનો
રેકોર્ડ શાનદાર રહ્યો છે: