• મંગળવાર, 10 નવેમ્બર, 2026

અનુજ શ્રીવાત્રી દેશનો 100મો ગ્રાન્ડમાસ્ટર

આસિયાન પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ઓપન ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યો’તો

નવી દિલ્હી, તા.9: દીપાવલીનાં પાવન પર્વે ભારતીય ચેસ જગતને ઐતિહાસિક ભેટ મળી છે. મધ્ય પ્રદેશના કટનીના ઇન્ટરનેશનલ માસ્ટર અનુજ શ્રીવાત્રીએ 7મી આસિયાન પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ઓપન ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો છે. આ સાથે જ અનુજ ભારતના 100મા અને મધ્ય પ્રદેશના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાનું ગૌરવ મેળવ્યું છે.

સ્પર્ધામાં ચોથી વરીયતા અને 2450ની રાટિંગ સાથે ઉતરેલા અનુજ માટે શરૂઆત આંચકાજનક રહી હતી. પ્રથમ રાઉન્ડમાં ફિલિપાઇન્સના ક્રિશ્ચિયન આર્કા સામે હાર્યા બાદ તેમણે અસાધારણ વાપસી કરી હતી. અનુજે બાકીના 8 રાઉન્ડમાં 6 જીત અને 2 ડ્રો સાથે 7 પોઇન્ટ્સ મેળવી એકલા હાથે ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન તેમણે મંગોલિયાના ગ્રાન્ડમાસ્ટર દશઝેગ્વે શરાવદોર્જ, ભારતના એન્ટોનિયો ડિકુન્હા અને અમેય ઔદી તેમજ આખરી રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ મોરિસ જેવા મજબૂત ખેલાડીઓને પરાજય આપ્યો હતો જ્યારે વિયેતનામના ગ્રાન્ડમાસ્ટર ન્ગુયેન ડુક હોઆ સાથે બાજી ડ્રો રાખી હતી. અનુજે 2586ની જોરદાર પરફોર્મન્સ રાટિંગ સાથે રમતનું પ્રદર્શન કરી 15 ફિડે રાટિંગ પોઇન્ટ્સનો ફાયદો મેળવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક