મસ્કત,
તા.9 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં
હારનો સામનો કરવો પડયો હોવા છતાં ભારતીય અંડર-19 ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ
હજુ જીવંત છે. ભારતીય ટીમ ગ્રુપ-એના પોઇન્ટ્સ ટેબલમાં બીજાં સ્થાને યથાવત્ છે. પાકિસ્તાનની
ટીમ પોતાની બન્ને મેચ જીતીને પહેલાથી જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂકી છે, જ્યારે
ભારત અને યુએઈ બન્ને પાસે બે-બે મેચ બાદ બે-બે પોઇન્ટ્સ છે.
ભારતીય અંડર-19 ટીમે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં
પોતાની જગ્યા પાકી કરવા માટે આગામી મુકાબલામાં કોઈપણ ભોગે યુએઈને પરાજય આપવો પડશે.
જો ભારતીય ટીમ આ મેચ જીતશે, તો તે કોઈપણ જટિલ સમીકરણ વગર સીધી સેમિફાઇનલ માટે ક્વોલિફાય
થઈ જશે પરંતુ જો ટીમ ઇન્ડિયાને પરાજયનો સામનો કરવો પડશે, તો એશિયા કપમાં તેનું અભિયાન
અહીં જ સમાપ્ત થઈ જશે. આ પરિસ્થિતિને જોતાં યુએઈ સામેનો મુકાબલો ભારતીય ટીમ માટે વર્ચ્યુઅલ
નોકઆઉટ અને કરો અથવા મરો સમાન બની રહેશે.