અચઞ
800 આસપાસ જઈ પહોંચ્યો છતાં મનપાનાં સેન્સરોના આંકડાઓમાં ભારે વિસંગતા, અમૂક બંધ
અમરેલી,
જૂનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર મોરબી જેવાં શહેરોમાં એરક્વોલિટી ઇન્ડેક્સ માપવાની કોઈ
વ્યવસ્થા જ નથી !
રાજકોટ,
તા.9 : દેશનાં મોટાં શહેરોમાં સ્વચ્છ હવા મેળવવી દિવસેને દિવસે પડકારજનક બની રહી છે.
વધતા જતા શહેરીકરણ, વાહનોની સંખ્યા અને બાંધકામ પ્રવૃત્તિઓનાં કારણે હવાની ગુણવત્તા
સતત કથળી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાએ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી
હતી. રાજકોટમાં દિવાળીની રાત્રે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થતાં વાતાવરણ જાણે
ગેસ ચેમ્બરમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાતાવરણની આ ઝેરી અસરને લીધે અમુક
લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થઈ હતી ત્યારે ફરી એક વખત હવાનું પ્રદૂષણ માપવા
માટે કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલા ‘સેન્સર’ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા.
રાજકોટમાં
દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીના કારણે વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી જતાં શહેરની
હવા અત્યંત ઝેરી બની ગઈ હતી. ગઈકાલે બપોરે શહેરનો એરક્વોલિટી ઇન્ડેક્સ 96 હતો, જે મોડી
રાત્રે એક વાગ્યે 800 આસપાસ જઈ પહોંચ્યો હતો. આ આંકડો હવાના પ્રદૂષણનું અત્યત ગંભીર
અને જોખમી સ્તર જણાવે છે. જો કે, કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મૂકવામાં
આવેલાં ફતમફસેન્સરોમાં આંકડાઓ ખાસ્સો તફાવત જોવા મળ્યો હતો જ્યારે અમુક સેન્સર બંધ
જોવા મળ્યાં હતાં.
શહેરના
ગ્રીનલેન્ડ ચોકડી, આજી ડેમ, ડિલક્સ ચોક, કોર્પોરેશન ઇસ્ટ ઝોન ઓફિસ, રેસકોર્સ, કોઠારિયા,
મહિલા કોલેજ ચોક વગેરે સ્થળોએ સરેરાશ 300 સુધીનો એક્યુઆઇ જોવા મળ્યો હતો જે પ્રકારે
ફટાકડાઓને લીધે હવાનું પ્રદૂષણ ફેલાયું હતું તેને જોતા આ આંકડાઓ વિસંગતતા દર્શાવે છે.
આ તો
થઈ રાજકોટની વાત સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જેમ કે અમરેલી, જૂનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર
મોરબીમાં તો એક્યુઆઇ માપવાની કોઈ વ્યવસ્થા જ ન હોવાની ચૌકાવનારી વિગતો સામે આવી હતી.
હવામાં ફેલાયેલા આતશબાજીના આ ધુમાડાએ ખાસ કરીને શ્વાસને લગતા રોગોના દર્દીઓને વધુ પ્રભાવિત
કર્યા હતાં.
બાળકો-વૃદ્ધો
માટે વધુ ખતરો
ફટાકડાનો
ધુમાડો પાંચ વર્ષથી નાનાં બાળકો અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોનાં સ્વાસ્થ્ય ઉપર વધુ
અસર કરે છે. જે વ્યક્તિને અગાઉથી જ શ્વાસની બીમારી હોય તેને વધુ તકલીફ પડે છે. એક અંદાજ
મુજબ એક હજાર આસપાસનો એક્યૂઆઇનો ધુમાડો શ્વાસમાં લેવો એકસાથે 20થી 25 સિગરેટ પીવા જેટલો
છે. આ પરિસ્થિતિ યથાવત રહે તો લાંબા ગાળે વ્યકિતનાં આયુષ્યમાં પણ ઘટાડો કરે છે. બાળકોને
ફેફસાંના ઉપરના ભાગે સોજો આવી જાય છે જેનાં કારણે શરદી-ઉધરસ રહે છે જ્યારે વૃદ્ધોનાં
ફેફસાં વધુ નબળા પડી જાય છે.
- ડો.રાજેશ
મોરી (પલ્મોનોલોજિસ્ટ-રાજકોટ)
એક્યુઆઈ
એટલે શું?
એક્યુઆઈ
એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ. આ આંક હવાની ગુણવત્તા દર્શાવે છે. એક્યુઆઈ જેટલો ઓછો
હોય, હવાની ગુણવત્તા એટલી જ સારી અને એક્યુઆઈ જેટલો વધુ હોય તેટલી હવા ખરાબ માનવામાં
આવે છે.
ભારતનાં
માપદંડ પ્રમાણે હવાની ગુણવત્તા
એક્યુઆઈ
હવાની ગુણવત્તા અસર
0-પ0 ઉત્તમ લગભગ
કોઈ જોખમ નહીં
પ1-100 સુરક્ષિત સંવેદનશીલ લોકોને થોડી સમસ્યા
101-200 સાવચેતી રાખવી અસ્થમા, હૃદયનાં દર્દીઓને તકલીફ
201-300 ચિંતાજનક લાંબા સમય રહેતા શ્વસનમાં સમસ્યા
301-400 ખુબ જોખમી શ્વસન સંબંધિત બિમારીનો ખતરો
401-500 ગંભીર સ્વસ્થ
વ્યક્તિને પણ જોખમ