કાયદા પ્રધાને કહ્યું, પ્રત્યાર્પણ માટે ભારતને વિનંતી કરી છે
ઢાકા,
તા. 9 : બાંગ્લાદેશના કાયદા પ્રધાન મોહમ્મદ અસદુઝ્ઝમાંને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને
દોષિત ગુનેગાર ગણાવ્યા હતા. જણાવ્યું હતું કે, ઢાકાએ તેમના પ્રત્યાર્પણ માટે ભારતને
વિનંતી કરી છે. સ્થાનિક મીડિયાના એક અહેવાલમાં આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ઢાકામાં
એક તાલીમી વર્કશોપનું ઉદ્ઘાટદન કર્યા પછી પત્રકારોના પ્રશ્રના જવાબમાં અસદુઝ્ઝમાંને
જણાવ્યું હતું કે, સરકાર શેખ હસીનાને ભારતથી પરત લાવવા માટે તમામ જરૂરી પગલાં લઇ રહી
છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરશે.
તેમણે
વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે તે એક ગુનેગાર છે. અમારા ટ્રિબ્યૂનલ દ્વારા દોષિત
ઠેરવવામાં આવેલ ગુનેગાર. અમારા માટે આ તેમની ઓળખ છે.
શેખ
હસીનાને બાંગલાદેશ પરત લાવવા અંગે પૂછવામાં આવતાં કાયદા પ્રધાને જણાવ્યું હતું કે,
સરકાર કાયદા અનુસાર કાર્ય કરશે અને લાગણીઓને વશ થશે નહીં.
સરકારી
બીએસએસ ન્યૂઝ એજન્સીએ અસદુઝ્ઝમાંનાં સંદર્ભથી જણાવ્યું હતું કે, જો કે, કાયદા મંત્રાલય
આ કેસમાં ડાયરેક્ટ સામેલ નથી, પણ ગૃહ બાબતોનું મંત્રાલય ચિંતિત છે કારણ કે, આ ભારતની
સાથે પ્રત્યાર્પણ સંધિ સાથે જોડાયેલી બાબત છે.
આ કેસને
કાયદાકીય રીતે ઉકેલવામાં આવશે. લાગણીઓને કોઇ સ્થાન આપવામાં આવશે નહીં. અમે સંધિ હેઠળ
અને યોગ્ય પ્રક્રિયા હેઠળ શેખ હસીનાને પરત મોકલવાની વિનંતી કરી છે.
આ ભારત
સરકાર સાથે સંકળાયેલી બાબત છે. અમે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને પરત લાવવા માટે ભારત
સરકારને વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત સરકાર શેખ હસીનાને
અમને પરત સોંપે છે તો અમે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરીશું.