• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

મનરેગા માટે ઓછી ફાળવણી

સંસદીય સમિતિનો હેવાલ: ગ્રામીણ મંત્રાલયે માંગ્યા હતા 1.1 લાખ કરોડ, મંજૂર થયા 86 હજાર કરોડ

નવી દિલ્હી,તા.10: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ના સંબંધમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા સંસદીય સમિતિના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે મનરેગા માટે 1.1 લાખ કરોડ રૂપિયાની માંગ કરી હતી પરંતુ નાણામંત્રાલયે તેનાથી 22 ટકા ઓછી, માત્ર 86000 કરોડની રકમને મંજૂરી આપી હતી.

લોકસભામાં ગુરૂવારે રજૂ કરાયેલા સંસદીય સમિતિના એક અહેવાલથી જાણવા મળ્યું હતું કે નાણામંત્રાલયે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24ના સંશોધિત અનુમાનમાં મનરેગા માટે માગેલી રકમની તુલનામાં 22 ટકા ઓછી રકમની ફાળવણી કરી હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સંસદમાં રજૂ થયેલા અહેવાલનું શીર્ષક ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ના માધ્યમથી ગ્રામીણ રોજગાર: મજૂરી દરો અને તેનાથી સંબંધિત અન્ય મામલા પર અંતદૃષ્ટિ’ છે. ગ્રામીણ વિકાસ વિભાગે સંશોધિત અનુમાન (આરઈ)માં મનરેગા માટે 1.1 લાખ કરોડ રૂા.ની માંગ કરી હતી જે ચાલુ નાણાકીય વર્ષના બજેટ અનુમાન (બીઈ) 60 હજાર કરોડ રૂપિયા કરતાં 83 ટકા (50 હજાર કરોડ) વધુ છે. જોકે નાણામંત્રાલયે માંગેલી રકમ કરતાં ઘણી ઓછી રકમ ફાળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024