• શનિવાર, 27 એપ્રિલ, 2024

કસ્ટડીમાંથી કેજરીવાલનો બીજો આદેશ : ભાજપ-ઈડીને વાંધો

કોર્ટમાં મામલો ઉઠાવાશે : મફત દવાઓ-ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીનું ફરમાન, દિલ્હીમાં પીએમ નિવાસને ઘેરાવનો ‘આપ’નો પ્રયાસ

નવી દિલ્હી તા.ર6 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરપકડ બાદ ઈડીના રિમાન્ડ હેઠળ છે અને તેમણે ત્યાંથી સરકાર ચલાવતાં બીજો આદેશ જારી કરતાં વિવાદ સર્જાયો છે. ભાજપ બાદ ઈડી (પ્રવર્તન નિર્દેશાલય) એ કસ્ટડીમાંથી આ રીતે સરકાર ચલાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ મંગળવારે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસ સ્થાનને ઘેરાવ-વિરોધ પ્રદર્શનનો પ્રયાસ કરતાં અનેક નેતા, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વડાપ્રધાન નિવાસ સ્થાનની સુરક્ષા વધારવા સાથે કેટલાક મેટ્રો સ્ટેશનો બંધ કરાયા હતા.

 

ઉલ્લેખનીય છે કે કસ્ટડી હેઠળ સૌપ્રથમ પાણી અને ગટરના પ્રશનો અંગે નિર્દેશ જારી કર્યા  બાદ કેજરીવાલે દિલ્હીની તમામ હોસ્પિટલો અને મોહલ્લા કિલનીકોમાં મફત દવાઓ અને ટેસ્ટિંગ સુનિશિચત કરવા નિર્દેશ જારી કર્યો હતો.ઈડીએ કહ્યંy કે કેજરીવાલ સીસીટીવી હેઠળ છે અને સરકારી ફાઈલો પર સહી કરવાની તેમને મંજૂરી નથી.

કેજરીવાલના એક નવા આદેશ બાદ દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહયુ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા છે. ઈડી અનુસાર કસ્ટડી હેઠળ કેજરીવાલને દરરોજ સાંજે પત્ની અને વકીલોને મળવાની છૂટ છે. પરંતુ સરકારી ફાઈલો જોવાની કે તેના પર સહી કરવાની મંજૂરી નથી. ઈડી એ બાબતની તપાસ કરે છે કે મુલાકાતો દરમિયાન શું કેજરીવાલ પાસે કોઈ હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા ? તપાસમાં નિયમભંગ જણાયે ર8 માર્ચે કોર્ટમાં પેશી દરમિયાન તે બાબત રજૂ કરાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક