• મંગળવાર, 10 જૂન, 2025

ચાંદીના વેપારીને વિશ્વાસમાં લઈને 8.98 લાખની છેતરપિંડી આચરતો કારીગર


9.763 ગ્રામ ચાંદીના પાયલ રેણ કરવા લઇ ગયા બાદ પરત દેવા જ ન આવતા ફરિયાદ નોંધાઈ

 

રાજકોટ, તા.8: સામા કાંઠે રહેતા અને લાતી પ્લોટ ખાતે ચાંદીની પેઢી ધરાવતા વેપારી રાજેન્દ્રભાઈ સાથે રૂપિયા 8,98,500ની છેતરપીંડી થતા બી ડીવીઝન પોલીસ મથકમાં લાલો રમેશભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સામા કાંઠે પેડક મેઈન રોડ આર્યનગર સોસાયટી તુલસી પાનની સામે શ્યામ મકાન ખાતે રહેતાં અને કુવાડવારોડ લાતી પ્લોટ શેરી નં. 8/13ના ખુણા પર એચ.પી.પેટ્રોલ પંપની પાસે શ્યામ સિલ્વર ઓર્નામેન્ટ નામની ચાંદીની પેઢી ચલાવતાં રાજેન્દ્રભાઈ હરદાસભાઈ રાંક નામના 41 વર્ષીય વેપારી સાથે યુવરાજનગર વરૂણ કોલ્ડ સ્ટોર પાછળ મફતિયા પરા ભગવતી સોસાયટીમાં રહેતાં લાલો રમેશભાઈ મકવાણાએ 8,98,500ની છેતરાપિંડી કરતાં ફરિયાદ થઈ છે. જે મુજબ, વેપારી અને ફરિયાદી વચ્ચે છેલ્લા છ મહિનાથી વ્યાપારીક સબંધ હોઇ અને આરોપી અવારનવાર ફરિયાદી પાસેથી ચાંદીની પાયલ રેણ કરવાના કામ માટે લઈ જતો હોઈ છેલ્લે આરોપી લાલો 8.98,500 રૂપિયાની 9.763 કિ.ગ્રામ ચાંદીના પાયલ રેણ કરવા ચાંદીની સર લઈ ગયા બાદ આજ સુધી પરત ન આપી ભાગી ગયો છે. આરોપી ગત તા. 13/05/2025ના સવારે અમારી પેઢી ખાતેથી ચાંદીની પાયલ રેણ કરવા માલ લેવા આવ્યો અને મને પાંચ દિવસમાં કામ કરી પરત કરી આપવાની ખાત્રી આપી હતી. પરંતુ તે પરત નહીં આવતાં વેપારી રાજેન્દ્રભાઇએ તેને ફોનથી સંપર્ક કર્યો હતો પરંતુ સંપર્ક થઇ ન

શક્યો.

ઘરે જઇને તપાસ કરી તો લાલો ઘરે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીએ પોતાની રીતે લાલાની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો ક્યાંય નહીં લાગતાં અંતે પોલીસ ફરિયાદ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક