• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

શાળાઓની દીકરીઓના ચહેરા પર સ્મિત ફેલાવે છે પ્રોજેક્ટ મુસ્કાન


રાજકોટ: મેંગોપીપલ પરિવાર દ્વારા 8 વર્ષથી ચાલતો ‘પ્રોજેક્ટ મુસ્કાન’ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત વર્ગની દીકરીઓ માટે એક વરદાનરૂપ સાબિત થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, દર મહિને આ દીકરીઓને નિ:શુલ્ક સેનીટરી પેડસ અને આંતરવત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર સ્વચ્છતા પૂરતું સીમિત નથી, પરંતુ તે દીકરીઓમાં આરોગ્ય, આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના પણ જગાવે છે. જ્યારે દીકરીઓ સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે ત્યારે તેઓ શિક્ષણમાં પણ વધુ ધ્યાન આપી શકે છે અને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે. સમાજના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે, પણ એની સાથે સાથે સ્વચ્છતા અને આરોગ્ય પણ એટલા જ મહત્વપુર્ણ છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની આવે છે, ત્યારે ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ માટે આ એક મોટો પડકાર બની રહે છે. આવા સમયે, ‘પ્રોજેક્ટ મુસ્કાન’ જેવી પહેલ સમાજમાં આશાનું

કિરણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક