‘યુવા આપદા મિત્ર સ્કીમ’ અન્વયે સાત દિવસીય તાલીમ યોજાઈ
રાજકોટ, તા.9 : જિલ્લામાં કલેકટર ડો.ઓમ પ્રકાશની સૂચના તથા નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમના માર્ગદર્શન હેઠળ યુવા આપદા મિત્ર સ્કીમ (ઢઅખજ)હેઠળ સાત દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ લેનાર આપદા મિત્રોને કિટ અને વીમા પોલિસી આપવામાં આવશે.
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ‘યુવા આપદા મિત્ર સ્કીમ (ઢઅખજ)નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપદા મિત્ર સ્કીમની પ્રથમ બેચની તાલીમ તા.1થી તા.7 નવેમ્બરના સુધી ઘંટેશ્વર ખાતેની એસ.ડી.આર.એફ. ગ્રુપ 13ના ‘મેરા ભારત’ના આપદામિત્રોને આપવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓને સર્ચ એન્ડ રેસ્ક્યુ, સી.પી.આર., કેમિકલ-ન્યુક્લિયર-રેડિયોલોજી ડિઝાસ્ટર, બોટીંગ-સ્વામિંગ, ફાયર સર્વિસીઝ, કેમિકલ ઈન્ડસ્ટ્રી વિઝીટ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ તાલીમ સેન્ટર ખાતે આનુષાંગિક વ્યવસ્થા અમલીકરણની કામગીરી નોડલ ઓફિસર પી.આઈ. કોટડીયાએ કરી હતી. પ્રોગ્રામના સ્ટેટ નોડલ ઓફિસર અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયામક અંકિતાબેન પરમારે આપદા વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.