• બુધવાર, 12 નવેમ્બર, 2025

રાજ્યકક્ષાની અંડર-14 ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા વિજેતા, રાજકોટ રનર-અપ બન્યું


વિવિધ શાળાઓના ટેલેન્ટેડ ફૂટબોલરોએ કુશળતા, ઝડપ અને ખેલદિલીની ભાવનાનો પરિચય આપ્યો

 

રાજકોટ,તા.9 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની  અંડર-14 ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા-2025નું આયોજન તા.4-11થી 8-11 સુધી રેસકોર્સ ફૂટબોલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.

ભાઈઓની અંડર-14 સ્પર્ધામાં સ્ફૂર્તિથી છલકાતા ફૂટબોલર્સ અને યુવાનોના ઉત્સાહને પ્રદર્શિત કરતાં આકર્ષક માહોલમાં ફાઇનલનો શુભારંભ થયો હતો. આ સ્પર્ધામાં રાજકોટ સહિત રાજ્યભરની વિવિધ શાળાઓના ટેલેન્ટેડ ફૂટબોલરોએ પોતાની કુશળતા, ઝડપ અને ખેલદિલીની ભાવનાનો પરિચય આપ્યો હતો. પ્રથમ ક્રમે વડોદરા શહેર ટીમ રહી હતી. ઉત્કૃષ્ટ સ્ટ્રેટેજી, શિસ્તબદ્ધ રમત અને અંત સુધી ઝઝૂમવાની ક્ષમતા વડોદરા ટીમને પ્રથમ ક્રમે પહોંચાડનાર મુખ્ય પરિબળ બન્યાં હતા. બીજો ક્રમ રાજકોટ શહેર ટીમનો હતો, હોમ ગ્રાઉન્ડ પર રમતી રાજકોટ ટીમે ઉત્તમ સમન્વય અને ઉત્સાહ દર્શાવ્યો હતો. ખેલાડીઓની ઝડપ અને પાસિંગ સ્કિલથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક