ગુનો ન આચરવાની શરતે સુધરવાની તક આપતી પોલીસ
રાજકોટ, તા. 12 : રાજ્યના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દિવાળી પૂર્વે ગુનેગારોની ઓળખ પરેડ દરમિયાન તેઓને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં બે કે તેનાથી વધુ ગુના આચરેલા 800 શખસ છે. ગોંડલમાં 250 જેટલા શખસને એકત્ર કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી. તેમાં ગ્રામ્ય જઙ વિજયાસિંહ ગુર્જર દ્વારા ગુનેગારોને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય જઙ વિજયાસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને લોકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ એલર્ટ બની છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયાસિંહ ગુર્જર દ્વારા 250 જેટલા ગુનેગારોની ઓળખ પરેડ કરવા માટે તેમને એકત્ર કરાયા હતા અને આ દરમિયાન તેઓને સુધરી જવા માટેની ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે જ કાયદામાં રહેશો તો ફયદામાં રહેશો તેવો કડક સંદેશો પણ આપવામાં આવ્યો હતો. અગાઉ 400 ગુનેગારોની બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ એક માસમાં આ પ્રકારના શખ્સોનું અટકાયતી પગલાંમાં પણ નામ આવ્યું નથી. ત્યારે ગૃહમંત્રી અને ઉઋની સુચના અનુસાર આજે 250 જેટલા ગુનેગારોને એકત્ર કરાયા હતા અને તેઓને ગુનો ન આચરવાની શરતે સુધરવાની તક આપવામાં આવી હતી.