• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી ત્રીદિવસીય ‘િસંદૂરોત્સવ’ યુવક મહોત્સવનો પ્રારંભ

વિજેતા સ્પર્ધકોને અંતિમ દિવસે જ શિલ્ડ અને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે

 

રાજકોટ, તા.12 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલ સોમવારથી ત્રણ દિવસ સિંદુરોત્સવ યુવક મહોત્સવનો પ્રારંભ થશે. ત્રીજા દિવસે 15 ઓક્ટોબરે તમામ સ્પર્ધાઓ પુરી થયા બાદ ત્રણેય દિવસના વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. વિજેતાઓને શિલ્ડ પણ પ્રથમ વખત આપવામાં આવશે.

આ વર્ષના યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ જિલ્લાઓની 88 કોલેજના કુલ 1859 સ્પર્ધક ભાગ લેવા માટે ઉત્સાહિત છે. યુવાનોની પ્રતિભાને મંચ આપવા માટે આ મહોત્સવમાં કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ મુખ્ય વિભાગોની જુદી જુદી 33 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સ્પર્ધકોની ભાગીદારી યુવા શક્તિના પ્રગટીકરણનો અનોખો માહોલ સર્જશે. આ વર્ષે પહેલી વખત યુવક મહોત્સવના આયોજનના પખવાડીયા પહેલા સ્પર્ધકોને નિષ્ણાતો દ્વારા ઓનલાઈન-ઓફલાઈન માધ્યમથી સ્પર્ધાની બારીકાઈ અને નિયમો સમજાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ પ્રયત્નો યુનિવર્સિટીના યુવક મહોત્સવને વધુ નિખારવા, શ્રેષ્ઠ બનાવવા અને તેમાં વધુને વધુ કોલેજો-સ્પર્ધકો ભાગ લેવા પ્રેરાય તથા ગુણવત્તાનું સ્તર સુધરે તે માટે લેવામાં આવી રહ્યા છે. મહોત્સવનું ઉદ્ઘાટન પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે થશે તેમજ અતિથી વિશેષ તરીકે સાંસદ રામભાઈ મોકરિયા, પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક