• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

સ્વચ્છતા અભિયાન આવ્યું એટલે રેલવે તંત્રને મુસાફરો માટેના ‘સ્વચ્છ નીર’નું જ્ઞાન લાદ્યંy !

રેલવે ડિવિઝન દ્વારા વિવિધ સ્ટેશનો, રેલવે કોલોની અને કચેરીમાં પાણીની શુદ્ધતા અંગે તપાસ હાથ ધરાઈ

 

રાજકોટ, તા.12 : રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં રોજ લાખો યાત્રીઓ મુસાફરી કરતા હોય છે. જોકે તેમાં પાણી અંગેની ચકાસણી લાંબા સમય બાદ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન આવ્યું એટલે રેલવે તંત્રને મુસાફરો માટેના સ્વચ્છ નીરનું જ્ઞાન લાદ્યુ હોવાથી નિયમિત રીતે આવી તપાસ કરવી જરૂરી હોવાની ચર્ચા મુસાફરોમાં થઈ રહી છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતા પખવાડિયું-2025 અંતર્ગત સ્વચ્છ નીર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન દરમિયાન રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને કચેરી પરિસરોમાં આવેલા તમામ જળ સ્ત્રોતોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જળ સ્ત્રોતોની સ્વચ્છતા, પાણીની ટાંકીઓની સંપૂર્ણ સફાઈ અને પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી સહિતના પગલાં લેવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા મનપાનાં તમામ નળ અને વૉટર હટની સફાઈ કરવામાં

આવી હતી. આ ઉપરાંત, રેલવે હોસ્પિટલ પરિસરમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને તેમાં ક્લોરીનની યાત્રા પણ ચકાસવામાં આવી હતી.

ડિવિઝનના મુખ્ય સ્ટેશનો રાજકોટ, હાપા, જામનગર, દ્વારકા, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર ઉપર પણ વૉટર હટની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. આ તમામ સ્ટેશનો પરથી પાણીના નમૂનાઓ એકત્ર કરીને રાસાયણિક તેમજ જીવાણુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે મોરબી રેલવે કોલોનીમાં સમ્પ અને ખુલ્લી ગટરોની સફાઈનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએથી મેળવેલા જળ નમૂનાઓને પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી પીવાના પાણીની શુદ્ધતા અને ગુણવત્તાની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ શકશે. જો કે, હવે આવી તપાસ નિયમિત કરવામાં આવશે કે નહીં? તે તો આવનારો સમય જ બતાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક